Home> Gujarat
Advertisement
Prev
Next

વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો

આપણે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. જો કે, મહિલાઓ માટેનાં આ વિશેષ દિવસની ઉજવણી વચ્ચે આપણે મહિલાઓનાં અધિકાર અને તેમની સુરક્ષાની જવાબદારી વિસરી રહ્યાં છે. અને તે જ કારણ છે કે, હાલનાં સમયમાં દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે અને બળાત્કાર જેવી ઘટનાઓ તો અટકવાનું નામ નથી લઇ રહી.. તેવામાં મહિલાઓ અને યુવતીઓ હવે પોતાની રક્ષા પોતે જ કરી શકાય તે માટેનાં ઉપાયો કરવામાં લાગી છે.

વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો

હાર્દિક દિક્ષિત, વડોદરા: "જો ડરતો રહેશે હેવાન, તો જળવાશે સ્ત્રીનું સન્માન" મહિલાઓનાં આત્મસન્માન માટેનું આ સુત્ર વડોદરાની એમ.એસ.યુનિ.નાં બોટની વિભાગની વિદ્યાર્થીનીઓએ પોતાનાં જીવનમાં ઉતારી લીધું છે. હાલનાં સમયમાં જ્યારે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વિદ્યાર્થીનીઓએ બળાત્કાર જેવાં ગુનાઓમાં ભોગ બનનાર કઇ રીતે ત્વરિત આત્મરક્ષણ કરી શકે તે માટે કુદરતી વનસ્પતિઓમાંથી ઘાતક હથિયારો તૈયાર કર્યા છે.

આપણે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. જો કે, મહિલાઓ માટેનાં આ વિશેષ દિવસની ઉજવણી વચ્ચે આપણે મહિલાઓનાં અધિકાર અને તેમની સુરક્ષાની જવાબદારી વિસરી રહ્યાં છે. અને તે જ કારણ છે કે, હાલનાં સમયમાં દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે અને બળાત્કાર જેવી ઘટનાઓ તો અટકવાનું નામ નથી લઇ રહી.. તેવામાં મહિલાઓ અને યુવતીઓ હવે પોતાની રક્ષા પોતે જ કરી શકાય તે માટેનાં ઉપાયો કરવામાં લાગી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં બોટની વિભાગની વિદ્યાર્થીનીઓએ પણ નક્કી કરી લીધું છે તેઓ પોતાની સુરક્ષા પોતે કરવાં માટે સક્ષમ છે અને તેથી તેઓ કેટલાંક હથિયારો તૈયાર કરી સમાજની અન્ય મહિલાઓને પણ રાહ ચીંધી રહી છે.

fallbacks

હાલ દેશમાં બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર, અપહરણ અને શોષણ જેવી ઘટનાઓ વધતી જઇ રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વુમન સેફ્ટી માટે વિવિધ કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરી ઘાતક હથિયારો બનાવ્યા છે. કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ આ હથિયારોમાં અરીઠા સ્પ્રે, બિછુડીયો બ્રેસ્લેટ, કાંટાવાળુ ચાબુક, જુડા પીન, કેવડાની તલવાર જેવા ટૂલ્સનો સમાવેશ થાય છે.

fallbacks

સામાન્ય રીતે મહિલાઓ સાથે બનતી બળાત્કાર જેવી ઘટનાઓ ઝાડી ઝાંખળા તેમજ જંગલ વિસ્તારમાં બનતી હોય છે. ત્યારે આસપાસ કોઇ ન હોવાથી મહિલા પોતાને લાચાર અનુભવી પોતાનું રક્ષણ નથી કરી શકતી. ત્યારે આપણી આસપાસ અનેક કુદરતી વનસ્પતિ એવી હોય છે કે જેના થકી આપણે પોતે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ. પરંતુ અપૂરતા જ્ઞાનનાં કારણે આપણે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકતા નથી. જેથી આ જરૂરી ચીજવસ્તુઓનાં યોગ્ય ઉપયોગ અંગે મહિલાઓમાં જાગૃતતા આવે તેમજ કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરી પોતે પોતાનું રક્ષણ કરી શકે તે હેતુથી એમ.એસ. યુનિ.ની વિદ્યાર્થીનીઓએ ઉમદા પ્રયાસ હાથ ધર્યો છે.

fallbacks

સરકારનાં પ્રયાસો, પોલીસની સક્રિયતા તેમજ કાયદાનાં કસતા જતાં શકંજા છતાં બળાત્કાર જેવી ઘટનાઓને અંજામ આપતાં ગુનેગારોને આ તમામનો ડર નથી રહ્યો.. તેવામાં મહિલાઓ આત્મરક્ષણ માટેનાં અનેક ઉપાયો શોધી રહી છે. આ તમામ વચ્ચે વડોદરાની એમ.એસ.યુનિ. ની વિદ્યાર્થીનીઓનો આ સરાહનીય પ્રયાસ સમાજમાં અન્ય મહિલાઓને સ્વરક્ષણ માટેની રાહ ચીંધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More